ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયમેરુ વાચક
Jump to navigation
Jump to search
વિનયમેરુ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારની પરંપરામાં હેમધર્મના શિષ્ય. ૪૫૦ ગ્રંથાગ્રનો ‘હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૩), ૨૦ ઢાળ અને ૨૯૦ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩) તથા ૨૫ કડીની ‘પન્નવણા છત્રીસ પદ ગર્ભિત-સઝાય/મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, પોષ સુદ ૧૫) નામની રચનાઓના કર્તા. ‘ગુજરાતી સાહિત્ય(મધ્યકાલીન)’ અને ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ’માં કર્તાનું નામ ‘વિજ્યમેરુ’ ઉલ્લેખાયું છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ. ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]