ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવિનય-વિનય મુનિ ક્રમ
વિનય/વિનય(મુનિ) : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’(મુ.), ૬ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૩ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, ૩ કડીનું ‘સિદ્ધાચલ-ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૧૧ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (લે.ઈ.૧૭૨૫) મળે છે. એમાં ‘મહાવીર-સ્તવન’ વિનયપ્રભકૃત હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓ કયા વિનયની છે તે કહેવું મુશ્કેલ છે. ૬૧ કડીનું ‘ઇલાપુત્ર-કુલક’, ૮૩ કડીનું ‘ચિત્રસંભુતિ-કુલક’, ૧૬ કડીનું ‘થંભણપાર્શ્વ-સ્તવન’, ૩૯ કડીનું ‘પાર્શ્વદસભવ-સ્તવન’, ૫૫ કડીની ‘બ્રહ્મચારી’, ૧૦૪ કડીની ‘સાધુવંદના’, ‘ચોવીસી’ વગેરે રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએં’ એ વિનય સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછાપ ‘વિનય’ મળે છે અને ગચ્છ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટ પણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જિસ્તમાલા : ૨. જૈકાસંગ્રહ; ૩. જૈકાસાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. પ્રાસ્તસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]