ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પીઠ ઝબકાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પીઠ ઝબકાર (Flash Back, Analepsis) : ભૂતકાળમાં બની ગયેલા દૃશ્યનો એક અંશ. આ અંશ વર્તમાન ઘટનાના વર્ણનમાં વચમાં થોડીક ક્ષણો માટે રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા ચાલ રહેલી ઘટના અંગે કશીક સમજૂતી સાંપડે છે કે તે ઘટના ઉપર કશીક ટીકા, સૂચના મળી શકે છે. આ પ્રવિધિ મુખ્યત્વે ફિલ્મ સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે. નવલકથા, વાર્તા અને નાટકમાં પણ આ પ્રવિધિનો અસરકાક વિનિયોગ કરવામાં આવે છે. પ.ના.