ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રુતિવૈષમ્ય
Jump to navigation
Jump to search
શ્રુતિવૈષમ્ય(dissonance) : લયાત્મક તરેહો અને શબ્દોમાં કર્કશ ધ્વનિઓની ગોઠવણી. કૃતિમાં કાવ્યાત્મક અસર ઊભી કરવા માટે પ્રયોજાતું એક સર્વસામાન્ય ઉપકરણ. પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતાં યુદ્ધવર્ણનોમાં આનો વિનિયોગ જોઈ શકાય છે. જેમકે ‘ભડાભડ ગદા કેરા ભટકા ઝડાઝડ થાયે ખડ્ગના ઝટકા/વાધી રાડ્ય મંડાયો ધંધ વઢે શિશવિહોણા કબંધ’ (‘અભિમન્યુ આખ્યાન’, કડવું ૪૭/૩). ચં.ટો.