ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ગુજરાતી સાહિત્યની સાલવારી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી સાહિત્યની સાલવારી

(નરસૈંથી દયારામ સુધી)

ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે તેની સાલવારી આવશ્યક અને ઉપયોગી છે; ખાસકરીને જ્યારે તેનાં સાધનો અસ્તવ્યસ્ત, અપ્રસિદ્ધ અને અંધારામાં પડ્યાં છે ત્યારે તેનું મહત્ત્વ વિશેષ છે. વળી સાહિત્યને સમગ્ર રીતે અવલોકવાને તે બહુ અનુકૂળ થઈ પડે છે. તેથી ફાર્બસ સભાની સૂચી, દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચી, અંબાલાલ જાની સંપાદિત સુભદ્રાહરણ, મંજુલાલ સંપાદિત સુદામા ચરિત્ર, રણયજ્ઞ, જનતાપીકૃત અભિમન્યુ આખ્યાન, દી. બા. કેશવલાલ સંપાદિત પંદરમા સૈકાનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો, રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન અને મણિલાલ સામળદાસ દ્વિવેદીએ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજુ કરેલો ‘પ્રાચીન કાવ્યોની તિથિઓ’ વિષેનો લેખ, વગેરે અવકાશના સમયે જોઈ જઈ પ્રસ્તુત સાલવારી તૈયાર કરી છે. તે સંપૂર્ણ નથી તેમ દોષમાંથી મુક્ત નથી. સાહિત્યના અભ્યાસીને કોઈક રીતે તે મદદગાર થાય એ હેતુથી આ કાર્ય હાથ ધર્યું હતું; અને એક પ્રારંભના પ્રયાસ તરીકે તેને જોવા વાચકબંધુને વિજ્ઞપ્તિ છે. જૈન સાહિત્ય વિષે વિસ્તૃત માહિતી શ્રીયુત મોહનલાલ દલીચંદ સંપાદિત “જૈન ગૂર્જર કવિઓ”–ભા. ૧ અને ૨ માં આપેલી છે. એટલે એ વિભાગને અલગ રાખ્યો છે; પણ એથી એનું મૂલ્ય કે મહત્ત્વ કોઈ રીતે ઓછું થતું નથી. હવે પછીના હફતામાં અર્વાચીન સાહિત્યની સાલવારી આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

સંપાદક.

સં. ૧૪૫૪ શ્રીધરકૃત રણમલ છંદ
” ૧૪૬૧ ભાલણનો જન્મ (જુઓ રામલાલ મોદી સંપાદિત જાલંધર આખ્યાન)
” ૧૪૬૯ નરસૈંનો જન્મ-(જુઓ ત્રિકમદાસનાં કાવ્યો, ગુજરાતી પ્રેસ)
” ૧૪૯૫ નરસિંહ મહેતાને તલાજા પાસે ગોપનાથજી પ્રસન્ન થયા
” ૧૪૯૯ તલાજાથી જુનાગઢ ગયા
” ૧૫૦૧ પર્વત મહેતાને ત્યાં શ્રી રણછોડરાયનું પધારવું (જુઓ–ગુજરાતી પ્રેસ–ત્રિકમદાસનાં કાવ્યો)
” ૧૫૦૮ વસંત વિલાસ–(ઉતાર્યા સાલ)
” ૧૫૧૨ હારમાળાનો પ્રસંગ
” ૧૫૧૨ કહાન્ડદે પ્રબંધ–કવિ પદ્મનાભ રચિત–ઝાલોર
” ૧૫૧૪ નરસૈંકૃત વિવાહ
” ૧૫૨૦ મીઠા ભક્તનો જન્મ (જુઓ ગુજરાતીનો દિવાળી અંક, ૧૯૮૭)
” ૧૫૨૧ સ્વયંભૂદેવ કૃત “રામાયણપુરાણ” (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૫૨૫ પ્રબંધ ચિંતામણિ-જયશેખરસૂરિ રચિત–(અનુમાન)
” ૧૫૨૬ કર્મણકૃત સીતાહરણ (જુઓ દેરાસરીનો નિબંધ, ચોથી ગુ. સા. પરિષદ)
” ૧૫૨૯ કેશવદાસકૃત દશમસ્કંધ–ભાગવત–પ્રભાસપાટણમાં
” ૧૫૪૧ ભીમકૃત હરિલીલાષોડશકળા
” ૧૫૪૨ મીઠાભક્ત અને નરસૈંનો મેળાપ–માંગરોળમાં–(જુઓ ગુજરાતીનો દિવાળી અંક, સં. ૧૯૮૭)
” ૧૫૪૫ ભાલણકૃત નળાખ્યાન (જુઓ રામલાલ મોદીકૃત “ભાલણ”)
” ૧૫૪૬ ભીમરચિત પ્રબોધ ચંદ્રોદય નાટક
” ૧૫૪૮ જનાર્દન રચિત ઉપાહરણ (જુઓ પંદરમા સૈકાનાં ગૂર્જર કાવ્યો)
” ૧૫૫૦ દેહલ કવિનું “અભિવન ઉંઝણું”–(જુઓ મંજુલાલ સંપાદિત જનતાપીકૃત અભિમન્યુ આખ્યાન)
” ૧૫૫૫ ઉદ્ધવસુત ભાલણનું બબ્રુવાહન આખ્યાન (અનુમાન)
” ૧૫૫૬ પંચડંડ ચતુષ્પદી (જુઓ બુદ્ધિપ્રકાશ–જાન્યુ. ૧૯૩૨)
” ૧૫૫૭ ભીમકૃત રામલીલા (જુઓ મંજુલાલ સંપાદિત “રણયજ્ઞ”)
” ૧૫૬૦ નરપત કવિનું પંચડંડ
” ૧૫૬૫ શ્રીધરકૃત રાવણ મંદોદરી સંવાદ
” ૧૫૬૮ લાવણ્ય સમય સુંદર રચિત ‘વિમલ પ્રબંધ’
” ૧૫૭૨ નાકરકૃત હરિશ્ચંદ્રાખ્યાન
” ૧૫૭૪ માંડણનું રામાયણ; રુકમાંગદની કથા (વધુ માટે જુઓ શંકરપ્રસાદ સંપાદિત માંડણનાં ઉખાણાં)
કાયસ્થ ગણપતિકૃત માધવાનળ કાલકંદલા
” ૧૫૭૫ મીરાંબાઈનો જન્મ (જુઓ બૃહત્‌ કાવ્યદોહન, ભા. ૭ મો)
” ૧૫૭૫ ભાલણસુત વિષ્ણુદાસ રચિત રામાયણ–ઉત્તરકાંડ
” ૧૫૭૮ માણિક્યસુંદરસૂરિ રચિત પૃથ્વીચંદ્ર ચરિત્ર
” ૧૫૮૦ વિષ્ણુદાસકૃત ઓખાહરણ (અનુમાન)
” ૧૫૮૧ નાકરનું નળાખ્યાન
” ૧૫૮૩ ભગવદ્‌ગીતા–ગુ. ગદ્યમાં ટીકા સહિત (જુઓ દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહ સૂચી)
” ૧૫૯૮ રત્નપરીક્ષા (ઉતાર્યા સાલ)
” ૧૬૦૦ ઈસરદાસ્કૃત હરિરસ
” ૧૬૦૦ નાકરકૃત એખાહરણ (સં. ૧૬૧૨ નું વર્ષ પણ મળી આવે છે)
” ૧૬૦૧ નાકરકૃત વિરાટપર્વ, ગદાપર્વ, સભાપર્વ, (જુઓ ફૉર્બસ સૂચી, બૃ. કો. દો. ભા. ૮ મો)
” ૧૬૦૨ નાકરકૃત સભાપર્વ, આર્ણિકપર્વ
” ૧૬૦૫ હરિદાસકૃત બબ્રુવાહન આખ્યાન
દશમસ્કંધ-ગદ્યમાં
” ૧૬૦૯ બ્રેહેદેવકૃત ભ્રમરગીતા
” ૧૬૧૧ સુરદાસકૃત પ્રહ્‌લાદ આખ્યાન
” ૧૬૧૨ નાકરકૃત ઓખાહરણ
” ૧૬૧૪ તુલસીકૃત ધ્રુવાખ્યાન (કુંતલપુરનો)
” ૧૬૧૬ મધુસૂદનકૃત વિક્રમ ચરિત્ર
કુશળલાભકૃત માધવ કામકુંડલા
” ૧૬૨૧ રણવિમળકૃત દ્રુપદી ચઉપઈ
” ૧૬૨૩ કનકકુશળકૃત દ્રુપદી ચતુષ્પદી
” ૧૬૨૪ વસ્તાકૃત શુકદેવ આખ્યાન
નાકરકૃત રામાયણુ (જુઓ બૃ. કા. દો, ભા. ૮ મો)
” ૧૬૨૬ જ્ઞાનાચાર્યકૃત બિલ્હણ પંચાશિકા
વિષ્ણુદાસકૃત ભિષ્મપર્વ
” ૧૬૨૭ કાહાનકૃત રામાયણ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૬૩૪ વિષ્ણુદાસકૃત ચંદ્રહાસ આખ્યાન (ફાર્બસ સભાની સૂચી)
રુકમાંગદ આખ્યાન (બૃ. કા. દો. ભા. ૮ મો)
” ૧૬૩૭ હરિદાસકૃત ધ્રુવચરિત્ર (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
મેગલકૃત ધ્રુવાખ્યાન
વિષ્ણુદાસકૃત ધ્રુવાખ્યાન (બૃ. કા. દો. ભા. ૮ મો)
” ૧૬૩૯ લક્ષ્મીદાસકૃત ગજેન્દ્ર મોક્ષ
” ૧૬૪૦ તુલસીસુત વૈકુંઠકૃત રામવિવાહ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૬૪૨ મુકુંદકૃત પાંડાશ્વમેધ
” ૧૬૪૪ હરિદાસકૃત આદિપર્વ
” ૧૬૪૫ ભીમકૃત રસિક ગીતા
” ૧૬૪૭ વિષ્ણુદાસકૃત આરણિક પર્વ (જુઓ બૃ. કા. દો. ભા. ૮ મો)
કાશીસુત રૂક્મિણી હરણ (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
હનુમંત ચરિત્ર ()
” ૧૬૪૮ વિરાટપર્વ
વાસણદાસકૃત રાધાવિલાસ
” ૧૬૪૯ રામદાસસુત મન્યકૃત અંબરિષ આખ્યાન
” ૧૬૫૨ ફૂઢકૃત રૂક્મિણી વિવાહ (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
દેવવિજયગણિકૃત રામચરિત્ર–ગદ્યમાં (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૬૫૪ વિષ્ણુદાસકૃત સભાપર્વ
વિષ્ણુદાસકૃત અરણ્યકાંડ અને કિષ્કિંધા કાંડ (જુઓ બૃ. કા. દો. ભા. ૮ મો )
” ૧૬૫૫ વિષ્ણુદાસકૃત કર્ણ પર્વ
” ૧૬૫૬ વિષ્ણુદાસકૃત રામાયણ
” ૧૬૫૭ હરિશ્ચંદ્રપુરી અને દ્રોણપર્વ
વિષ્ણુદાસકૃત સુંદર કાંડ
શિવાનંદકૃત આરતી – (રેવાકાંઠાનો) ગુ. કા. દોહન
” ૧૬૫૯ પંડિત ચંદ્રમણિકૃત રામરાસ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
સમયસુન્દરકૃત સામ્બ પ્રદ્યુમ્ન પ્રબંધ – ()
” ૧૬૬૦ વિષ્ણુદાસકૃત યુદ્ધ કાંડ (જુઓ બૃ. કા દો. ભા. ૮ મો)
દેવીદાસકૃત રૂક્મિણી હરણ
રામભક્તની ભગવદ્‌ ગીતા
મનોહરદાસકૃત આદિ પર્વ
જયવિજયકૃત શકુન ચોપાઈ
” ૧૬૬૨ ગુણશિવકૃત અંજનાસુંદરી પ્રબંધ
” ૧૬૬૩ શિવદાસકૃત દ્રૌપદી સ્વયંવર
” ૧૬૬૪ મેઘરાજકૃત નળ દમયંતી રાસ
તુલસીકૃત સીતાજીનો સોહલો (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૬૬૫ નયસુન્દરકૃત નળચરિત્ર
” ૧૬૬૭ શિવદાસકૃત બાલચરિત્ર (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
” ૧૬૬૮ ” પરશુરામ આખ્યાન
” ૧૬૬૯ સુરજીસુત ભાઉનું અશ્વમેધ
” ૧૬૭૦ શિવદાસકૃત એકાદશી માહાત્મ્ય
” ૧૬૭૨ નરહરિકૃત જ્ઞાનગીતા
શિવદાસકૃત ડાંગવાખ્યાન અને ચંડી આખ્યાન
જુગજીવનકૃત મણિરત્નમાળા
” ૧૬૭૩ કૃષ્ણદાસકૃત સુદામો
સમયસુન્દરકૃત નળ દમયંતી રાસ
” ૧૬૭૩ શિવદાસકૃત દ્રૌપદી સ્વયંવર
રામાયણ (ગદ્યમાં) (જુઓ, મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
વિષ્ણુદાસકૃત વિરાટપર્વ (જુઓ બૃ. કા. દો. ભા. ૮ મો)
” ૧૬૭૫ માધવદાસકૃત આદિપર્વ
” ૧૬૭૬ ભાઉકૃત પાંડવ વિષ્ટિ
” ૧૬૭૭ રાજંધરકૃત ચંદ્રહાસ આખ્યાન
નરહરિકૃત ભગવદ્‌ગીતા, વશિષ્ટ સારગીતા
શિવદાસકૃત ચંડી આખ્યાન
” ૧૬૭૯ ભાઉકૃત અશ્વમેધ
” ૧૬૮૦ દ્વારકાદાસનો જન્મ–પ્રેમાનંદનો શિષ્ય–બારમાસ, રાધાવિલાસ વગેરેનો કર્તા (પ્રા. કા. માળા)
” ૧૬૮૧ મુકુંદકૃત ભિષણપ્રેમલાનું આખ્યાન (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
” ૧૬૮૩ કેશરાયજીનો રામયશો રસાયન રાસ(જુઓ સંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૬૮૪ ફૂઢકૃત શૃગાલપુરી
વિષ્ણુદાસકૃત કર્ણ પર્વ
” ૧૬૮૫ કનકસુંદરકૃત અંગદવિષ્ટિ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
સમયસુંદરકૃત રામસીતા પ્રબંધ ()
” ૧૬૮૭ મધુસૂદનકૃત યુદ્ધ કાંડ
રાણાસુત મહેરામણ આખ્યાન
” ૧૬૮૮ અવિચલદાસકૃત ભાગવત ૬ઠ્ઠો સ્કંધ
” ૧૬૮૯ ૫રમાનંદદાસકૃત હરિરસ
” ૧૬૯૨ કવિ પ્રેમાનંદનો જન્મ (અનુમાન, જુઓ મંજુલાલ સંપાદિત સુદામા ચરિત્ર)
” ૧૬૯૩ હરિરામકૃત સીતા સ્વયંવર
” ૧૬૯૪ તુલસીસુત વૈકુંઠકૃત ધ્રુવાખ્યાન (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
” ૧૬૯૫ કાયસ્થ કવિ સુંદરદાસ રચિત આદિપર્વ (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
અવિચલદાસકૃત આર્ણિક પર્વ
” ૧૬૯૬ વિપ્ર હરિરામકૃત બબ્રુવાહન આખ્યાન
ભોજાકૃત (સુરતના) ચંદ્રહાસ આખ્યાન
” ૧૭૦૦ વજીઆકૃત સીતાવેલ અને રણજંગ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
ભાઉકૃત ભગવદ્‌ ગીતા
નેમવિજયકૃત શિલવતીનો રાસ
” ૧૭૦૩ વીરમસુત હરિરામે સીતા સ્વયંવર રચ્યો (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૭૦૪ સુરભટ્ટકૃત સ્વર્ગારોહિણી, કલિ માહમા
” ૧૭૦૫ અખાકૃત અખેગીતા
ગોપાળદાસકૃત જ્ઞાનપ્રકાશ
” ૧૭૦૫ ગોપાળદાસકૃત ગોપાળ ગીતા
ગોવિંદસુત મોરાકૃત સુધન્વાખ્યાન
માધવદાસકૃત દશમ સ્કંધ
” ૧૭૦૬ માધવદાસકૃત રૂપસુંદરની કથા
પોચાકૃત કુંડલાખ્યાન
” ૧૭૦૭ હરિદાસકૃત મૃગલી આખ્યાન
” ૧૭૦૮ જનતાપીકૃત અભિમન્યુ આખ્યાન
વિશ્વનાથ જાની રચિત મોસાળું
મુકુંદકૃત ગોરખ ચરિત્ર
” ૧૭૦૯ વલ્લભકૃત આનંદનો ગરબો
” ૧૭૧૦ કુબેરકૃત લક્ષ્મણહરણ અથવા સામ્બ વિવાહ (જુઓ ફૉર્બસ સભાની યાદી)
” ૧૭૧૩ કૃષ્ણદાસકૃત હુંડી, મામેરૂં
રતનજીકૃત વિભ્રંશી રાજાનું આખ્યાન (જુઓ મંજુલાલ સંપાદિત જનતાપીનું અભિમન્યુ આખ્યાન)
વિષ્ણુદાસકૃત ભીષ્મપર્વ (જુઓ બૃ. કા. દો. ભા. ૮ મો)
” ૧૭૧૪ વજુઆકૃત સીતાવેલ
” ૧૭૧૫ વિષ્ણુદાસકૃત સ્ત્રી પર્વ
હિમાકૃત કલિયુગ મહિમા
ચંપકસેન ચઉપઇ, વૈતાલ પચીસી;
” ૧૭૧૬ વિષ્ણુદાસકૃત બાલ કાંડ અને અયોધ્યા કાંડ (નર્મદાશંકર)
” ૧૭૧૭ પ્રેમાનંદકૃત મામેરૂં (જુઓ, દી. બા. કેશવલાલભાઈ સંપાદિત હરિશ્ચંદ્રાખ્યાન)
” ૧૭૧૯ પ્રેમાનંદકૃત સ્વર્ગની નિસરણી
” ૧૭૨૦ વીરજીકૃત સુરેખાહરણ
પ્રેમાનંદકૃત લક્ષ્મણા હરણ
” ૧૭૨૧ હરિદાસકૃત સીતાવિવાહ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૭૨૩ પ્રેમાનંદકૃત ઓખાહરણ ૨૩ કડવાનું
” ૧૭૨૪ પ્રેમાનંદકૃત સુધન્વા આખ્યાન
” ૧૭૨૫ મધુસૂદનકૃત હંસાવતીની વાર્તા
વીરજીકૃત કામાવતીની કથા
” ૧૭૨૫–૬ હરિદાસકૃત નરસૈંના પુત્રનો વિવાહ
” ૧૭૨૭ ” નરસૈંના પિતાનું શ્રાદ્ધ
પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
” ચંદ્રહાસ આખ્યાન
માધવાનળની કથા
હરિદાસ–પ્રેમાનંદ શિષ્ય–કૃત શ્રાદ્ધ
” ૧૭૨૮ પ્રેમાનંદકૃત મદાલસા આખ્યાન (જુઓ ફૉર્બસ સભાની સૂચી)
” ૧૭૨૯ પ્રેમાનંદકૃત ઋષ્ય શૃંગાખ્યાન
” ૧૭૩૦ પ્રેમાનંદકૃત વામનકથા
વીરજીકૃત બલી રાજાની કથા
” ૧૯૩૦ કાહાનકૃત ઓખાહરણ
” ૧૭૩૨ પ્રેમાનંદકૃત બબ્રુવાહન આખ્યાન
વિનેચટની વાર્તા (જૈનબંધુ અને સુખબંધુકૃત)
તુલસીનો અશ્વમેધ–(લાલી ચોસરને રાયકવાળ)
” ૧૭૩૩ પ્રેમાનંદકૃત હુંડી
પ્રેમાનંદકૃત નળાખ્યાન–પ્રથમ વારનું
” ૧૭૩૬ પ્રેમાનંદકૃત દ્રૌપદી સ્વયંવર
” ૧૭૩૬ ભવાનભક્તકૃત રાવણ મંદોદરી સંવાદ (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૭૩૭ પ્રેમાનંદકૃત નરસૈંના પિતાનું શ્રાદ્ધ
હરિદાસકૃત ભાગવત સાર
” ૧૭૩૮ પ્રેમાનંદકૃત સુદામા ચરિત્ર
જયવિજયકૃત શ્રીપાલ ચરિત્ર
” ૧૭૩૯ પ્રેમાનંદકૃત મામેરૂં
” ૧૭૪૦ રત્નેશ્વરકૃત ભાગવત પ્રથમ સ્કંધ
પ્રેમાનંદકૃત શામળશાનો મ્હોટો વિવાહ
પ્રેમાનંદકૃત સુધન્વા આખ્યાન (સં. ૧૭૨૪ પણ મળી આવે છે)
” ૧૭૪૦ રત્નેશ્વરકૃત ભાગવત પ્રથમ સ્કંધ
પ્રેમાનંદકૃત શામળશાનો મ્હોટોે વિવાહ
પ્રેમાનંદકૃત સુધન્વા આખ્યાન (સં. ૧૭૨૪ પણ મળી આવે છે)
મહાદેવસુત હરદેવકૃત શિવપુરાણ
” ૧૭૪૧ પ્રેમાનંદકૃત રણયજ્ઞ
” ૧૭૪૨ પ્રેમાનંદકૃત નળાખ્યાન
વીરજીકૃત દશાવતારની કથા
” ૧૭૪૩ રત્નેશ્વરકૃત અશ્વમેધ
મુકુંદ રચિત ગોરક્ષ ચરિત્ર અને કબીર ચરિત્ર
” ૧૭૪૬ સુખાનંદકૃત વહાલા વિનોદ
પ્રેમાનંદકૃત દ્રૌપદીહરણ (સં. ૧૭૩૬ ની સાલ પણ મળે છે)
” ૧૭૪૭ વલ્લભકૃત અનાવિલ પુરાણ
” ૧૭૪૮ રત્નેશ્વરકૃત સ્વર્ગારોહણ
” ૧૭૫૦ પ્રેમાનંદકૃત હરિશ્ચંદ્રાખ્યાન
” ૧૭૫૨ ગોવિંદકૃત મામેરૂં
” ૧૭૫૨ પ્રેમાનંદકૃત દેવીચરિત્ર
” ૧૭૫૪ નરસિંહકૃત ઓખાહરણ
” ૧૭૫૭ વલ્લભકૃત રેવા માહાત્મ્ય
” ૧૭૫૮ પ્રેમાનંદકૃત સુભદ્રાહરણ
” ૧૭૫૯ ધનદાસકૃત અર્જુન ગીતા
” ૧૭૬૦ વલ્લભકૃત મિત્ર ધર્માખ્યાન
” ૧૭૬૧ જગન્નાથકૃત સુદામા ચરિત્ર,
” ૧૭૬૨ વિશ્વનાથકૃત રસિક રાજ
” ૧૭૬૩ ભોજાકૃત ચંદ્રહાસ આખ્યાન (સુરતનો)
” ૧૭૬૫ વલ્લભભટ્ટકૃત ભાગવત
પ્રેમાનંદકૃત માર્કંડેય પુરાણ
” ૧૭૬૬ પ્રેમાનંદકૃત અષ્ટાવક્રાખ્યાન
ભાણદાસકૃત પ્રહ્‌લાદ આખ્યાન
કાહાનનું ઓખાહરણ (સં. ૧૭૩૦ ની સાલ પણ મળે છે)
પ્રેમગીતા
” ૧૭૬૮ રાજેનાં પદો
” ૧૭૭૦ નાથભવાનકૃત બ્રહ્મગીતા
” ૧૭૭૦ રત્નેશ્વરકૃત મૂર્ખાવલિ
” ૧૭૭૧ વલ્લભકૃત યુધિષ્ઠિર વૃકોદર સંવાદાખ્યાન
” ૧૭૭૨ જગજીવનકૃત જ્ઞાનમૂળ, નરબોધ
રઘુદાસકૃત લવકુશ આખ્યાન
સામળકૃત શિવપુરાણ (જુઓ મણિલાલનો તીથી વિષેનો લેખ ૬ ઠ્ઠી ગુ. સા. પરિષદ)
” ૧૭૭૩ જગજીવનકૃત મણિરત્નમાળા
પોથકૃત મોરધ્વજ આખ્યાન (ઉતાર્યા સાલ) [બૃ. કા. દા. ભા. ૮]
” ૧૭૭૪ સામળકૃત પદમાવતીની વાર્તા
સારથીભારથીકૃત ભ્રમરગીતા સાર
રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન
” ૧૭૭૬ પ્રેમાનંદકૃત બાર માસ
” ૧૭૭૭ સામળકૃત સિંહાસન બત્રીસી-પહેલી પંદર વાર્તાઓ
વલ્લભકૃત કુંતિ પ્રસન્નાખ્યાન
મહીચંદ્ર શિષ્ય જયસાગરકૃત સીતાહરણ
” ૧૭૭૮ રાધોદાસકૃત રામાયણ
” ૧૭૭૯ વલ્લભકૃત પ્રેમગીતા
” ૧૭૮૦ વલ્લભકૃત દુઃશાસન રુધિરપાન
” ૧૭૮૨ નંદબત્રીશી (?)
” ૧૭૮૩ ધનદાસકૃત અર્જુનગીતા (સં. ૧૭૫૯ નું વર્ષ પણ મળે છે)
” ૧૭૮૪ જયરામ (કચ્છ મુદ્રાના) કૃત બબ્રુવાહન આખ્યાન
ન્હાનીકૃત વણઝારો
” ૧૭૮૫ રાઘોદાસકૃત ભગવદ્‌ગીતા
સામળકૃત બત્રીસ પુતળીની વાર્તાઓ–પહેલી પંદર વાર્તાઓ
” ૧૭૮૬ વલ્લભકૃત પ્રેમગીત (સં. ૧૭૬૬ નું વર્ષ પણ મળે છે)
” ૧૭૮૭ રામભક્તે યોગવાસિષ્ઠ ૨૧ સંસર્ગમાં રચ્યું (જુઓ મંજુલાલ સંપાદિત રણયજ્ઞ)
” ૧૭૮૮ વલ્લભકૃત રામચંદ્રનાં પદો
અનુભવાનંદકૃત શિવગીતા
” ૧૭૮૯ ” ચાતુરી
” ૧૭૯૦ પ્રેમાનંદનું મૃત્યુ (જુઓ મંજુલાલ સંપાદિત સુદામા ચરિત્ર)
વલ્લભકૃત કાલિકાનો ગરબો–(અમદાવાદનો ભટ્ટમેવાડો બ્રાહ્મણ)
” ૧૭૯૨ વલ્લભકૃત ધનુષધારીનો ગરબો
” ૧૭૯૫ શંભુરામકૃત લવકુશ આખ્યાન
રત્નાકૃત બાર માસ
” ૧૭૯૬ સુંદર મેવાડે દશમસ્કંધ પૂરો કર્યો
” ૧૭૯૮ જીવણદાસકૃત ગુરૂશિષ્ય સંવાદ
” ૧૮૦૦ જીવરામકૃત જીવરાજ શેઠની મુસાફરી
દ્વારકાભટ્ટકૃત ચેતવણી (ગુ. કા. દો.)
” ૧૮૦૮ સામળકૃત અંગદવિષ્ટિ
રણછોડજી દિવાનકૃત કાવ્યો
” ૧૮૦૯ ધીરાનો જન્મ (અનુમાન)
” ૧૮૧૧ મૂળજીભટ્ટકૃત શ્રાદ્ધ
” ૧૮૧૭ કાલિદાસકૃત પ્રહ્‌લાદ આખ્યાન
દિવાળીબાઈ (ડભોઈની) કૃત રામચંદ્રને જન્મ વગેરે કાવ્યો
” ૧૮૨૧ ધીરાકૃત બબ્રુવાહન આખ્યાન
સામળકૃત સુડાબેહોતેરી
” ૧૮૨૫ રવિસુત નરસિંહકૃત બોડાણો
” ૧૮૩૧ પ્રીતમકૃત સરસગીતા
” ૧૮૩૨ કાલિદાસકૃત સીતા સ્વયંવર
” ૧૮૩૩ કવિ દયારામનો જન્મ
બાપુસાહેબ
” ૧૮૩૫ ધીરાકૃત અશ્વમેધ
કેવળપુરી (ઉમરેઠનો) કૃત પદો
” ૧૮૩૬ રઘુનાથકૃત દશમનાં પદો, ઓધવજીનો સંદેશો વગેરે પદોનો કર્તા
” ૧૮૩૭ ગોવિંદકૃત સતભામાનું રૂસણું (આમેદનો કવિ ઔદિચ્ય)
” ૧૮૩૮ સદાનંદકૃત સુરતી મહીના
” ૧૮૪૧ ગોપીભાણકૃત મહાદેવજીનો વિવાહ
ભોજાભક્તનો જન્મ–જેતપુર પાસેના દેવકી ગાવોલ ગામમાં
” ૧૮૪૩ સુખરામદાસનું સગાળશા આખ્યાન
લજ્જારામકૃત અભિમન્યુ આખ્યાન
” ૧૮૪૩ રામકૃષ્ણકૃત ગજેન્દ્ર મોક્ષ
મુકુંદનાં પદો
” ૧૮૪૭ દિવાળીબાઇ (ડભોઇની બ્રાહ્મણ જ્ઞાતિની) રામભક્ત
” ૧૮૫૦ નરભેરામકૃત બોડાણાની મૂછ
દયારામકૃત ભાગવત દ્વાદશ સ્કંધ
” ૧૮૫૨ પ્રીતમકૃત ભગવદ્‌ગીતા
” પ્રીતમગીતા
” ૧૮૫૭ તુલસીદાસકૃત જાનકી વિવાહ
” ૧૮૬૨ રઘુનાથકૃત પ્રહ્‌લાદ ચંદ્રાવળા
” ૧૮૬૪ હીમાકૃત કર્મકથા–તોરણાનો બ્રાહ્મણ-(ગુ. કા. દો.)
” ૧૮૭૨ રઘુનાથકૃત અશ્વમેધ
” ૧૮૭૪ કૃષ્ણરામકૃત કલિકાળનો ગરબો
” ૧૮૭૫ રેવાશંકરકૃત બાલલીલા (જુનાગઢના)
” ૧૮૭૬ કવિ દલપતરામનો જન્મ
” ૧૮૭૭ તાપીદાસ વૈશ્યકૃત અભિમન્યુનું યુદ્ધ
હરગોવિંદકૃત ગણપતિ અને શિવજીની લાવણીઓ
” ૧૮૭૮ રણછોડજી દિવાનકૃત ચંડિપાઠ (જુનાગઢના)
” ૧૮૭૮ ભોળાનાથ સારાભાઈનો જન્મ
” ૧૮૭૯ દયારામકૃત ભાગવતાનુક્રમણિકા
” ૧૮૮૦ મનોહરદાસકૃત પદો (ભાવનગરના)
હરિરામકૃત સીતાસ્વયંવર (બૃ. કા. દો. ભા. ૩જો)
” ૧૮૮૧ ધીરાનું મૃત્યુ
” ૧૮૮૨ શ્રી સહેજાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રી
” ૧૮૮૭ ગિરધરકૃત રામાયણ
” ૧૮૯૦ રાધાબાઈ–રાધાકૃષ્ણની ભક્તિનાં પદે
” ૧૮૯૫ ડુંગર બારોટકૃત કવિતા–વિજાપુરના
અલખબુલાખીનાં પદો–(અમદાવાદના)
” ૧૮૯૬ જેઠારામકૃત શિતલાદેવીનું આખ્યાન
” ૧૮૯૯ નિરાંત ભક્તનું મૃત્યુ
” ૧૯૦૬ ભોજા ભક્તનું મૃત્યુ
” ૧૯૦૮ દયારામનું મૃત્યુ
ગીરધર–(માસરનો)નું મૃત્યુ
” ૧૯૧૨ ઘેલાવ્યાસકૃત સાઠોદરા ન્યાતનું વર્ણન (ગુ. કા. દોહન)