ચંદ્રહાસ આખ્યાન/કડવું ૩
[આખા ગામમાં ભીખ માગી જીવન ગુજારતો આ બાળક એક દિવસ દેશના રાજાનો પ્રધાન ધૃષ્ટબુદ્ધિએ યોજેલા બ્રહ્મભોજનમાં બ્રાહ્મણો સાથે ભોજન લેવા બેસી જાય છે. ભોજન બાદ બ્રાહ્મણોને દક્ષિણા આપતો પુરોહિત બાળકને ભિખારી માની દક્ષિણા આપતો નથી, તેથી ગાલવમુનિ ભવિષ્ય ભાખે છે કે તું જેણે ભિખારી માને છે એ ભવિષ્યમાં તારો જમાઈ થશે. આ વાતથી ક્રોધે ભરાયેલો પ્રધાન બાળકને મારી નખાવવા મારાઓને બોલાવે છે.]
રાગ : વેરાડી
નારદજી એમ ઊચરે : સુણ, પારથ, બલવંત;
વહાણું વાતાં જાગ્યો બાળક, મુખે બોલતો વાણી;
સૂનું ભુવન જ્યારે પુત્રે દીઠું, નેત્ર ભરીને રોય;
સાંભળી આવી સર્વ શ્યામા, પાસેનાં પાડોશી;
કો કુંવરને કેડે ચઢાવી, લાગી આસનાવાસના કરવા;
એણી પેરે તે સર્વે માનુનીએ, કુંવરને માંડ્યું વહાવું;
એમ રમતાં તે કુંવરના સુખે દિવસ જાતા;
હીંડતાં ચાલતાં કુંવર મનથી લેતો હરિનું નામ;
તે હાથ ગ્રહી હૈયાશું ચાંપ્યા, સ્નેહ અતિશે આણ્યો.
એક વાર ત્યાંહાં ધૃષ્ટબુદ્ધે, જમાડ્યા મુનિજન,
પછે ઋષિજીની પૂજા કરવા ધૃષ્ટિબુદ્ધિ તે આવ્યો,
પૂજા કરી પ્રધાન પરવાર્યો, દક્ષિણા આપતો મુઠ્ઠી વાળી,
એવે ગાલવ ઋષિ બોલ્યા, ભાળે પ્રાણી માત્ર :
વિધિએ એમ લખ્યું છે, એહશું તારે સગાઈ;
એવાં ગાલવજીનાં વચન સુણીને પ્રધાનને લાગી ઝાળ;
બીજા બ્રાહ્મણ દુઃખ પામ્યા : ‘કહોજી, અમારો વાંક.
ગાલવ કહે : ‘તમે શું જાણો ? પુરોહિત છે પાપી.’
નારદ કહે : સાંભળ, પાર્થ, પછે પાપીને પ્રગટ્યો કાળ
એક ઠામ બેસી વિચાર્યું, ચંડાળ તેડાવ્યા ઘેર;
વલણ
આરંભી ત્યાંહાં પેર ધૃષ્ટબુદ્ધે દ્વેષ મનમાં ધર્યો રે.