ચાંદરણાં/સુખ-દુઃખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


5. સુખ-દુઃખ


  • પ્રત્યેક સુખ પછી થોડો સુનકાર હોય છે.
  • જેને તમે સુખ કહો છો તે પેઇંગગેસ્ટ છે.
  • સુખની ક્ષણોમાં ઘડિયાળની ગતિ વધી જાય છે.
  • સરનામાં તો સુખનાં હોય, આનંદ તો વણઝારો છે.
  • સુખ ભલે આયાતી હોય પણ દુઃખ તો પોતીકાં જ હોય!
  • સુખનાં સરનામાં બદલાયાં કરે છે એટલે જ તો બજાર છે!