ચાંદરણાં/લગ્ન
Jump to navigation
Jump to search
6. લગ્ન
- લગ્ન એક કરાર છે પણ તે કરનારા બેકરાર છે.
- દુપટ્ટા જેવો પ્રેમ લગ્ન પછી સાડીની માગણી કરે છે.
- લગ્ન એક સંધિ છે એટલે સંધિવાને પણ અવકાશ છે.
- વરઘોડામાં ઘોડો ભાડૂતી ચાલે પણ વર તો અસલી જ જોઈએ.
- ખાનગીમાં ઝઘડતું ને જાહેરમાં હસતું દેખાય એ ‘દંપતી’ કહેવાય.
- મહેમાનોની હાજરીમાં નહીં ઝઘડતું દંપતી ‘સંસ્કારી’ હોય છે.
- લગ્ન એક એવી મૂર્ખાઈ છે, જેના માટે અભિનંદન મળે છે.
- પરણે યુવક યુવતી ને ખુશ થાય સોની-કાપડિયા.
- લગ્ન એ બે સરનામાંને એક કરવાની સંસ્કારી કળા છે.
- કુંવારા રહેવું સાહસ છે, પરણવું એ એથીયે મોટું ગંભીર સાહસ છે.
- લગ્નના આગોતરા જામીન આપો તો પ્રેમ ગુનો નથી.
- લગ્ન એવી ગાંઠ છે જે મેજિસ્ટ્રેટ જ છોડી શકે!
- એકબીજાની ભૂલમાં સહકાર આપવા પરણવું જરૂરી છે!
- તોફાની બારકસ કંકોતરી છપાતાં જ સુપુત્ર થઈ જાય છે!
- લગ્ન ઉકલ્યા પછી પઝલ્સ ઉકેલવાની ચાલુ થાય છે.
- લગ્નમાં કંસારથી સંસારની શરૂઆત થાય છે!
- લગ્ન એ પ્રેમીઓ માટે પૂર્વયોજિત કાવતરું હોય છે!
- બહાર મળતાં કંટાળી જાય છે તે ઘરમાં મળવા પરણી જાય છે.
- લગ્ન પછી પ્રેમ ઐચ્છિક વિષય મટીને ફરજિયાત વિષય થઈ જાય છે.