જનપદ/મસ્તક
Jump to navigation
Jump to search
મસ્તક
ચાંદા સૂરજ આભ ઊછળતાં કૂવાજળમાં
જળ બિલ્લીના ટોપ
ટોપ શમે જળમાં જળ થઈ.
આંખ ઝબોળે વેલા
પીપળ નાનો બાઝે ઈંટને
જળની સાપણ ખાય ઘુમરિયાં
હિચે ટોડા જઈ હેલારે.
બેઉ ટોડલા જળને તાકે.
કોસ લંબાયા ટોડલિયેથી
જળ પાસે આવી ખમચાયા.
કોસ પોટલાં જળમાં પેઠાં.
જળે ઝળકતું મચ્છીપેટ.
ત્રાંસુ તીર થઈ સરે કાચબો ઊંડે ઊંડે.
ઊંચકાયા કોસ.
જળનાં મસ્તક કોસ ભરાયાં.
વરત ઊલળતા થયા પણછ
કે ચાલ્યા ધોરી.
બાવળ બાવળ બોલ્યા ચાકળા.
થાળે આવ્યા કોસ
ઢળે કોસથી જળની ઝાળ
ચાલે નીકમાં મસ્તક ખળખળ