તારાપણાના શહેરમાં/સુધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુધી

મારા જ વિસ્મરણથી તે મારા સ્મરણ સુધી
પડઘાઉં છું હું તારા કોઈ પણ વલણ સુધી

એ ચંદ્ર છું જે સાંજનો ઊગી ચૂકેલ છે;
તું રાહ જો તિમિરના પૂરા વિસ્તરણ સુધી

આકાશ થઈને ઊતરી જાવાનો શ્વાસમાં
હમણાં તો અટકી જાઉં છું વાતાવરણ સુધી

પથરાયો છું પ્રયત્નના જંગલમાં ડાળ ડાળ
ને હું જ વિસ્તરું છું વિકલ્પોના રણ સુધી

હું અર્થહીનતા છું તું ભૂલી શકે તો ભૂલ
નહિ યાદ આવું હું તને તૃપ્તિની ક્ષણ સુધી