નયન હ. દેસાઈની કાવ્યસંપદા/લોક આખું ગામ...
Jump to navigation
Jump to search
લોક આખું ગામ
લોક આખું ગામ હારીને નદી તટ પર ઊભા
ને બધા લાચાર પડછાયાઓ ઓઢી ઘર ઊભા
આ તરફ પર્વત ઊભાને ઓ તરફ સાગર ઊભા
એટલે સમજી વિચારી પર્ણ વૃક્ષો પર ઊભાં
હાથમાંથી છટકી જૈને ક્યાંથી ક્યાં પથ્થર ઊભા
લોહી નીંગળતું નિહાળી શ્વાસ સૌ અદ્ધર ઊભા
કોઈએ જીવન વિશે ક્યારેય સમજાવ્યું નહીં
ઘાસ લહેરાતું નિહાળી ત્યાં ને ત્યાં પથ્થર ઊભા