નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આંખોની પેલે પાર...
આંખોની પેલે પાર
આંખોની પેલે પાર સમાધિનું વિશ્વ છે
આવે જો તું લગાર સમાધિનું વિશ્વ છે
હાથો વગરના હાથને ડાળી વગરનું વૃક્ષ
મનમાં તું જેવું ધાર સમાધિનું વિશ્વ છે
આ તું નહીં ને તે નહીં, પેલું ય કે નથી
છે સર્વનો નકાર સમાધિનું વિશ્વ છે
ડૂબી જવાનું હોય છે ખુદમાં જ ખદબદી
ભૂલી બધા વિચાર સમાધિનું વિશ્વ છે