પન્ના નાયકની કવિતા/બારી બહાર
Jump to navigation
Jump to search
૧૮. બારી બહાર
બેડરૂમમાં ડોકાતી
ફૂલના ગુચ્છાઓથી આચ્છાદિત
એક જ ડાળ.
ધીરગંભીર (દાદાજીની યાદ દેતું) ઊભું
એક જ વિશાળ વૃક્ષ,
નિરભ્ર આકાશ સાથે
ગુફતેગો કરતું
એક જ પક્ષી,
ઝગમગ ઝગમગ
ઝગારા મારતું
એક જ સરોવર,
મારા ઘર ભણી
પગલાંને આવકારતો
એક જ રસ્તો,
સભર સભર કરી મૂકે છે
બારીને...