પન્ના નાયકની કવિતા/શૈશવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૫. શૈશવ

અહીં
ફિલાડેલ્ફીઆ શહેરની પાંપણો
વચ્ચોવચ
એક એવી ગલી છે
જેના પર વાવેલાં
બાળપણનાં ચોરેલાં દૃશ્યોમાં
રોજ રાતના
એક બાલિકા
ગુલાબી ફ્રૉક
અને
ગુલમોરની બુટ્ટી પહેરી
આવનજાવન કરે છે.