મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૩)
Jump to navigation
Jump to search
પદ (૧૩)
દયારામ
શું જાણે વ્યાકરણી? વસ્તુને શું જાણે વ્યાકરણી?
મુખપર્યત ભર્યું ઘૃત તદપિ સ્વાદ ન જાણે બરણી. વસ્તુને
સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી,
અંતરમાંહે અગ્નિ વસે પણ આનંદ પામે ન અરણી. વસ્તુને
નિજ નાભિમાં કસ્તુરી પણ હર્ષ ન પામે હરણી,
દયો કહે, ધન દાટ્યું ઘણું, જ્યમ ધનવંત કહાવે નિર્ધણી. વસ્તુને