યજ્ઞેશ દવેનાં કાવ્યો/પત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાયકાઓ

પત્ર

-લખતા પહેલાંએ લખાય છે
વંચાયા પછીય વંચાય છે.

* *

તે ‘તું’ થાય છે
તેનું મને આશ્ચર્ય નથી.
પણ
કશી તું-તા થયા વગર
તું ‘તે’ થાય છે
તે કેમ?
બસ એમ?

* *

ડોક લાંબી જો હોત
મારી સુરખાબ જેવી
તો
મારા જ ખોળામાં
હું મારું માથું મૂકી શક્યો હોત.

* *

સમયનું વાહન
પહેલા હતી પરી
પછી થયો અશ્વ
હવે છે : કીડી.