રમણીક અગ્રાવતની કવિતા/સાંજી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૮. સાંજી

રાતો સૂરજ ઢળે ને હૈયે અજંપો ચઢે
ઉકેલવા હજી કૈં કૈં કામ
લગન આવ્યાં ઢૂંકડાં...

અભરે ભરી માંડ્યું ઊટકી
રાંધણિયે કર્યાં રોગાન
ધોળી ભીંત્યું ધોળ્યા ઓરડા
ઊટકી લીધા જૂના વે’વાર
સલૂણા તમે આવો કે અજવાળાં થાય...

ઝાટક્યાં તોરણ ઝાટક્યા ટોડલિયા
સમાનમાં, કર્યાં તૂટ્યાં રાચ
ધોયાંધફોયાં ઘરનાં પાગરણ
ધોવા કેમ વીત્યા વખતના ડાઘ?
કોડીલા તમે આવો કે ઝળહળ થાય...