રમણીક સોમેશ્વરની કવિતા/પડછાયો
Jump to navigation
Jump to search
૫૬. પડછાયો
હવે
પડછાયાના ફોટા પાડવા સિવાય
સૂઝતું નથી બીજું કાંઈ
થોડાઘણા અજવાળાનો
એ જ તો છે સાક્ષી
પડછાયો
બાકી તો બધે જ
એ પડછાયામાંથી પ્રસરેલું
અંધારું
પડછાયો છે
તો હું છું
એ આશ્વાસન
કંઈ ઓછું છે!
રેતીમાં કરકરો
ને સડક પર કડક
તળાવમાં ભીનો
ને તડકે સૂકો
ઝાડ પર હીંચતો
ને કૂવે જઈ સીંચતો
એવું બધું
મારા જેવું
પડછાયાને નહીં
તેથી જ તો
થયા કરે કે
સાચો તો
આ પડછાયો
બાકી આપણે તો એનું
કારણ માત્ર