રવીન્દ્રપર્વ/૧૩૦. ગગને ગગને આપનાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૩૦. ગગને ગગને આપનાર

ગગન ગગનમાં મનની મોજમાં આ તારી કેવી રમત છે! તું કેટલા વેશમાં ક્ષણ ક્ષણ નિત્ય નવીન છે. જટાની ગભીરતામાં સૂર્યને છુપાવી લીધો, છાયાપટ પર આ કેવી તસ્વીર અંકિત કરે છે! મેઘમલ્હારમાં મને શું કહો છો, કેવી રીતે કહું? વૈશાખની આંધીમાં તે દિવસનું તે અટ્ટહાસ્ય ગુરુ ગભીર સ્વરમાં કયા સુદૂરમાં વહી જાય છે, તે સોનેરી પ્રકાશ શ્યામલતામાં ભળી ગયો — શ્વેત ઉત્તરીય આજે કેમ કાળું છે? છાયામાં મેઘની માયામાં કયો વૈભવ છુપાવ્યો? (ગીત-પંચશતી)