વસુધા/કોકિલ અને ડાળી
Jump to navigation
Jump to search
કોકિલ અને ડાળી
વસંત વાંછે જગ પુષ્પ કાજે,
કે ફાગના રંગ વિલાસ કાજે.
વસંતને કોકિલ માત્ર વાંછે
ટહૂકવા ગાન ગળું ભરીને.
તારો, સખી ! એમ હું સ્નેહ વાંછું,
હૈયું ભરીને બસ માત્ર ગાવા.
...
ગાજે ભલે, કોકિલ! તું વસંતમાં,
વસંત વીત્યે પણ ચૂપ તું થશે.
સૂનું થયેલું જગ ગીતવ્હોણું
ભૂલે તને તે ઘડી કો હિયાના
પ્રચ્છન્ન પ્રસ્પન્દનું ગીત સૂણવા
ઇચ્છા રહે છે, અહીં આવી જાજે.
આ વૃક્ષડાળી, પિયુ!, નીડ નાનો
મૂંગા તને યે નિજ અંક ધારશે.