સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જમનાનાં પાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. જમનાનાં પાણી

કોણ ભરે રે પાણી કોણ ભરે,
જમનાનાં પાણી કોણ ભરે?
ઘર મારું દૂર, ગાગર શિર ભારી,
અરે ખોટી થાઉં તો ઘેર નણદી વઢે. જમનાનાં૰
શિર પર કળશ, કળશ પર ઝારી, ૫
ઝારી પે બેઠી ઝારી મોજ કરે. જમનાનાં૰
આણી તેડે ગંગા, પેલી તેડે જમના,
વચમાં કાનુડો રંગ રાસ રમે. જમનાનાં૰
સાવ સોનાનો મારો ઘાટ ઘડુલો,
ઉંઢણીએ તો કનક રત્ન જડે. જમનાનાં૰ ૧૦
મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ,
ચરણકમળ ચિત્ત ધ્યાન ઠરે. જમનાનાં૰