સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અમૃતનું વહેળિયું

૨. અમૃતનું વહેણિયું

મીરાંબાઈ

જ્ઞાન-કટારી મારી,
અમને પ્રેમ-કટારી મારી.
મારે આંગણે રે રામજી તપસીઓ તાપે રે,

કાને કુંડળ જટાધારી રે.
અમને૰


મકનોસો હાથી રામજી, લાલ અંબાડી રે, ૫

અંકુશ દઈ દઈ હારી રે.
અમને૰


ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,

એવી છે ભક્તિ અમારી રે.
અમને૰


બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

ચરણકમળ બલિહારી રે.
અમને૰
૧૦