સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મીરાંબાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મીરાંબાઈ

[પ્રભુપ્રેમના આનંદ અને વેદનાનાં આ ગીતો છે. પહેલા ગીતમાં પ્રભુવિરહની વેદના છે. પોતે કહે છે કે, દુનિયાના કોઈ જણને હંસલો જાણી પોતાનો ગણ્યો પણ એ તો બગલો જ નીકળ્યો, મોંમાં માછલું લઈને જ ઊભો રહ્યો. પોતે છેવટે શામળિયાને જ પ્રીતમ તરીકે સ્વીકારે છે. પણ તે તો પરદેશ છે, પાસે નથી. અને બારે મેઘ અત્યારે વરસી રહ્યા છે, જંગલમાં હું એકલી જ છું, એક અમથી આંબાની ડાળને આધારે ઊભી છું અને મારી આંખ ફરક્યાં કરે છે! શું થશે? ‘અબોલા’માં પણ પ્રેમની વેદના જ ગાઈ છે. સરખાવો :

હરિ! અમૃતના ઓઘ નો’તા છેટા, ને દેવનાં દાન દીધાં;
પછી ખારેખારે સાગરે ઉશેટ્યાં કે પારકાં કેમ કીધાં?
(નાનાલાલ)

વાલે હીરના હીંચોળા બંધાવી હીંચોળેલ અમને રે.
હવે કૂવામાં ઉતારી વરત વાઢો, ઘંટે નહિ તમને રે
વાલે ફૂલના પછેડા ઓઢાડી રમાડેલ અમને રે,
હવે ધોળી ધાબળડી ઓઢાડો, ઘટે નહિ તમને રે.
વાલે દૂધ ને સાકરડી પાઈ ઉઝેરેલ અમને રે,
હવે વખડાં ઘોળી ઘોળી પાઓ, ઘટે નહિ તમને રે.
(લોકગીત)

ઠાડે-ઊભા રહ્યા [વ્રજભાષાનો શબ્દ છે. स्थित ઉપરથી.]