સાહિત્ય પલ્લવ – ભાગ ૩/બાઈ, અમે પકડી આંબલિયાની ડાળ રે
૧. બાઈ, અમે પકડી આંબલિયાની ડાળ રે
મીરાંબાઈ
બાઈ અમે પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ માંહી એકલી હો જી.
ઓતર દખણથી ચડી એક વાદળી રે વરસ્યા બારે મેઘ રે,
બીજાને મારે આખડી હો જી.
નદી રે કિનારે બેઠો એક બગલો રે, હંસલો જાણી કીધી પ્રીત રે,
મુંઢામાં ઝાલી માછલી હો જી.
ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે, બાઈ, મારો શામળિયો ભરથાર રે,
બીજાને મારી ચુંદડી હો જી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ, બાઈ, મારો પિયુડો પરદેશ રે,
ફરુકે મારી આંખડી હો જી.