સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સહુ રાતાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. સહુ રાતાં

નરસિંહ

કર નખ રાતા કામિનીના રે, રાતા અધર સુદંત;
રાતાં અબીલ ઉડાડે ગોપી, રાતો નવલ વસંત. કર૦
રાતી ચોળી કસણ કસી, ને મુખ ભર્યાં તંબોલ;
રાતા ચરણા પહેરણે, રંગ રાતી કુંકમ રોળ. કર૦
કૃષ્ણજી રાતા કામિનીએ રે, કામિની કૃષ્ણગુણે રાતી;
સરખાં સરખે બેહુ ગુણ-રાતાં નરસૈંયો સંઘાતી. કર૦