હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/અલૌકિક
Jump to navigation
Jump to search
અલૌકિક
અલૌકિક અજંપાની રમઝટ જુદી છે,
જગતના હિસાબોની ચોવટ જુદી છે.
નજર હોય વનથી વધારે વિકટ અહીં,
પ્રણય-માર્ગ પરની રુકાવટ જુદી છે.
નગરને મળે એક સહિયારું વાદળ,
છતાં સૌની બારીએ વાછટ જુદી છે.
બતાવો નહીં હાસ્યમંડિત ચહેરા,
ખુશાલીની તો મુસ્કરાહટ જુદી છે.
જીવનભર શીખ્યા અક્ષરોના વળાંકો,
ન જાણ્યું જીવનની લખાવટ જુદી છે.
દોસ્ત, ૧૨૭