હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ચાંદરણાંને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચાંદરણાંને

ચાંદરણાંને હસતાં રમતાં જોયાં છે,
થોડાં દૃશ્યો મેં પણ ગમતાં જોયાં છે!

એક નજરથી જેની સઘળે ધાક પડે,
એવા સૂર્યોને આથમતા જોયા છે.

પંકાયેલા, પૂજાયેલા, પથ્થર પણ,
પરપોટાની સામે નમતા જોયા છે.

શાંત સરોવરનાં નિર્મલ, નિશ્ચલ પાણી,
તડકામાં આખાં સમસમતાં જોયાં છે.

પૂર્ણ–પ્રકાશિત, સર્વ–પરિચિત, ક્યાં છે એ?
ખૂણામાં સત્યો ટમટમતાં જોયાં છે.

દોસ્ત, ૧૩૨