અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/ઠેસ...

Revision as of 13:23, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઠેસ... |પ્રફુલ્લા વોરા}} <poem> અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઠેસ...

પ્રફુલ્લા વોરા

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું?
સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈયર શું કરું?
સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?
(ગુજરાતી કવિતાચયન  : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)