અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/ટગલી ડાળ

Revision as of 10:46, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટગલી ડાળ| યોગેશ જોષી}} <poem> શિયાળો ગાળવા આવેલો પંખી વતન પરત જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ટગલી ડાળ

યોગેશ જોષી

શિયાળો ગાળવા
આવેલો પંખી
વતન પરત જવા
ડાળ ડાળ પરથી
આ...ઊડ્યાં
પાંખો ફફડાવતાં
ફડ ફડ ફડ ફડ...
સાથે થોડો તડકો
થોડું આકાશ લઈ...

ડાળ ડાળ
હલતી રહી,
જાણે
‘આવજો’
કહેતી રહી...

ટગલી ડાળ
જરી ગરદન ઊંચી કરી
જોઈ રહી –
વિદાય થતાં પંખીઓની
પંક્તિઓની પંક્તિઓ
ક્ષિતિજમાં દેખાતી
બંધ થઈ
ત્યાં લગી
અપલક...

કોઈ પંખીએ
જોયું નહીં
પાછું ફરીને...
પછી ટગલી ડાળ
સાધતી રહી

કશોક સંવાદ
મૂળ સાથે...
(નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬)