ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગોવાલણી
Revision as of 12:37, 3 December 2025 by Shnehrashmi (talk | contribs)
ગોવાલણી
મલયાનિલ
ગોવાલણી (મલયાનિલ; ‘ગોવાલણી અને બીજી વાતો’, ૧૯૩૫) શેરીમાં દૂધ આપવા આવતી ગોવાલણી દલીની પાછળ ઘેલા બનેલા ચંદનભાઈને દલી, એમની પત્નીને ખરે વખતે હાજર કરી કઈ રીતે સાનમાં લાવે છે અને કાલિકા, જાદુગરણી તેમ જ બેવકૂફના ચિત્ર આગળ કથાનક કઈ રીતે અટકે છે એનું અહીં રસિક બયાન છે. કલાસૌષ્ઠવની રીતે ગુજરાતી ટૂંકી વાર્તાનું આ પ્રથમ પ્રસ્થાન છે.
ચં.