અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/કુમળી હથોડી

Revision as of 12:46, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કુમળી હથોડી|ઉદયન ઠક્કર}} <poem> કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુમળી હથોડી

ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો  : આ ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે  :
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
(એકાવન, બીજી આ. ૧૯૯૦, પૃ. ૨૫)