અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ફળી જાતરા

Revision as of 05:11, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફળી જાતરા|ઉષા ઉપાધ્યાય}} <poem> પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફળી જાતરા

ઉષા ઉપાધ્યાય

પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જોયું ને ફળી જાતરા;
કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા.

આખ્ખેઆખ્ખો પ્હાડ અમે ક્યાં ઊંચકી શકતા?
ખભે હતી એ ડાંગ ધરી ને ફળી જાતરા.

વાયુનાં વસ્તર ફરકાવી સમયપરી ઑ જાય મ્હાલતી,
સોનેરી બે વાળ ઝીલ્યા ને ફળી જાતરા.

કોઈ હજુ ક્યાં અક્ષર એક ઉકેલી શકતા?
કોરે કાગળ શબદ પડ્યા ને ફળી જાતરા.

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં!
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.