અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/હવે
Revision as of 09:02, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હવે|મનસુખ નારિયા}} <poem> હવા ખરીદવી પડે શહેરમાં હવે, લે-વેચ શ્...")
હવે
મનસુખ નારિયા
હવા ખરીદવી પડે શહેરમાં હવે,
લે-વેચ શ્વાસની થશે જાહેરમાં હવે.
પ્રસંગો આ શહેરમાં ભૂલી ગયા પછી —
યાદો દટાઈ ગામના ખંડેરમાં હવે.
સાંધી ચલાવવાના પ્રયત્નો તો વ્યર્થ છે —
ફાટી તૂટેલી જિંદગી પહેરમાં હવે.
મેવાડી આંખો છે બધે ઝેરીલી છે નજર
મીરાં જીવી શકે નહીં એ ઝેરમાં હવે.
સૂરજનો અર્થ ઊકલી શક્યો ના એટલે —
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે.