વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સર્જક-પરિચય
મધુસૂદન કાપડિયા (જન્મ ૧૨-૯-૧૯૩૬ — અવ. ૨૨-૧૦-૨૦૨૩): મધુસૂદન કાપડિયાએ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી સંસ્કૃત અને ગુજરાતી બંને વિષયોમાં એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો. સૌથી પહેલાં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. ૧૦ વર્ષ સુધી મુંબઈની વિવિધ કૉલેજોમાં અધ્યાપન કરાવ્યા પછી યુનિવર્સિટી ઑવ પેન્સિલવેનિયા ખાતે કામ કરવા માટે ફુલ બ્રાઇટ સ્કોલરશિપ મળી, અને તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે ભાષાશાસ્ત્ર અને પુસ્તકાલય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ટ્રેન્ટન યુનિવર્સિટી, એટી એન્ડરી આદિ સંસ્થાઓમાં ૨૫ વર્ષ સુધી માહિતી પરામર્શક તરીકે કાર્ય કર્યું. ગુજરાતી લિટરરી અકાદમીના પૂર્વપ્રમુખ તરીકે કાર્ય કરેલું.
અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને સંવર્ધન માટે મધુસૂદન કાપડિયા કાર્યરત રહ્યાં છે. તેમની પાસેથી ત્રણ વિવેચનસંગ્રહો ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ (૨૦૧૧), ‘વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો’ (૨૦૧૫) અને ‘મારી છાજલીએથી અને બીજા વિવેચનલેખો’ (૨૦૧૫) મળે છે.