સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રમણલાલ સોની

Revision as of 12:24, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રમણલાલ સોની

[‘ભૂતિયો મહેલ’ શ્રી. રમણલાલ સોનીનું એક કથા-કાવ્ય છે. નાનાં બાળકથી માંડી વૃદ્ધ સુધી સહુ કોઈને ભૂતની વાત સાંભળવી ગમે છે, જોકે કોઈએ ભૂત જોયું તો નથી હોતું. આ કાવ્યમાં હિમ્મત નામના એક યુવાનના એક ભૂત સાથેના કેટલાક પ્રસંગો વર્ણવ્યા છે. કહે છે કે ભૂતને ચોટલીમાંથી પકડયું હોય તો તે તરત વશ થાય. હિમ્મત એ યુક્તિ જાણતો હતો કે કેમ તે તો કવિ આપણને નથી કહેતા, પણ ભૂતની ચોટલી તો તેણે આબાદ રીતે પકડી. કઈ હશે એ ચોટલી? એ જો શોધી શકાય તો આ કાવ્યનો રસાસ્વાદ સરસ રીતે થઈ શકે. એ કાવ્યને મોટેથી, સ્પષ્ટ ઉચ્ચાર સાથે વાંચવામાં આવે તો એની અનેક ખૂબીઓ સહેજે સ્પષ્ટ થશે.]