ગુજરાતી નારીસંપદા : કવિતા/પેટી

Revision as of 00:56, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પેટી

પારુલ બારોટ

ચલો પેટી ખોલો મૂકી હતી જ ‘માં’ એ અલગથી
હશે શું? એમાં જે, જુદું કરી ઘણું બ્હાર મૂકતી!
ઘણી વ્હાલી સાડી, વળી ચમકતી ચુંદડી મળી,
હતી મોંઘી મૂડી. સલઘર મહીં સાચવી મૂકી.

અજંપાની સાથે, કૂતુહલ નશે સૌ ઉકળતાં,
જરા ખંખેર્યા તો, ફટ ફટ થઈ નોટ વરસા.
ઘણી નોટો કોરી, ઘણી ખરી હતી ગોળ ભૂંગળું,
છુપાઈ સૂતું ‘તું, ખણખણ થતું એકે ડબલું.

જરા ખૂંધું પેટી. સ્વયમ્ હસીને એમ વધ્તી;
‘કદી કાયા વીંધી કદી સમયની કાંતી ચરખી,
અને દેખી ગં છે, લખલૂંટ જુઓ સ્નેહ ઝરણું.’
સૂણી બોલી ઉઠ્યાં; કરકમલ પંપાળી સઘળું.

‘જીવી ત્યાં સુધી ‘માં’ ફરજથી કદી ના હટી હતી,
અને છેલ્લે મૂકી, ગઈ ઘણું જ નિહાલ કરતી.’

***