ગુજરાતી નારીસંપદા : કવિતા/સોળ વરસની કન્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સોળ વરસની કન્યા

અરુણા ઠક્કર

નરી આંખે જોઇ છે ને મેં એને પંપાળી છે!
મારી અંદર બેઠી છે એક સોળ વરસની કન્યા

એ રેતમાં ઘર બનાવે છે ને મોજા સાથે ભાગે છે,
મને સાથે હળવી લાગે છે એક સોળ વરસની કન્યા

ચાંદ માટે જીદ કરે છે, તારાને તો રોજ ગણે છે.
ગીત મધુરા ગણગણે, એક સોળ વરસની કન્યા

ઊંચું એનું મકાન છે પણ ઘરમાં એ મહેમાન છે
આ દુનિયાથી અન્જાન છે એક સોળ વરસની કન્યા

સાવ પરિચિત લાગે જાણે, તો ય સમજાતી નથી
મનને બહુ અકળાવે છે એક સોળ વરસની કન્યા

***