અથવા અને/ઘાસ લીલાશ...

Revision as of 21:56, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઘાસ લીલાશ... | ગુલામમોહમ્મદ શેખ}} <poem> ઘાસ લીલાશ હાશ શુક ઊડ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘાસ લીલાશ...

ગુલામમોહમ્મદ શેખ


ઘાસ લીલાશ
હાશ
શુક ઊડ્યાં તે ઝાડ લઈ
લીલોતરી પ્રસરી વ્યોમ
ને
પાછી વળી.
રોજ સાંજે
તડકો શમે
છકે લીલાશ
લેલાં, મેના, દેવચકલી
લીલાંતૂર
પાંદડે પાંદડે ચહેકે
ફરકે હરિત હવા
ધૂળને લીલનો લાગ
છલકાયું આકાશ જો
ઝમ્યું છાપરે
સાંજ થથરતી
ઊતરી ગઈ.

૧૯૮૩ (?)
અને