અથવા અને/બારણે સાપ

Revision as of 21:57, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| બારણે સાપ | ગુલામમોહમ્મદ શેખ}} <poem> ઊંબરે જડાઈ ગયેલ ભીની પાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બારણે સાપ

ગુલામમોહમ્મદ શેખ


ઊંબરે
જડાઈ ગયેલ
ભીની પાનીએ
એની મૂછનો ફૂંફાડો –
કન્યાના શરીરની ધ્રુજારી વાટે
ચારેકોર વછૂટ્યો
હેબતાઈ ગયેલ
મોંમાંથી ગોળાકાર ચીસ
અને
સાથળ પર સાડીને ભીંસી
જકડાઈ ગયેલા હાથ.

બે ઘડીમાં
લાઠીના મારે હતો ન હતો એનો દેહ
કન્યાની પાણીવાળી આંખોમાં મરતી
બીકની જેમ સળવળ્યો:
રેશમી સાડીની સળોને ગોઠવતી
કન્યાના હોઠ પર સ્મિત:
ઊંટની જેમ ડોક ઊંચી કરીને
એણે છેલ્લું ડચકું ખાધું
અને સાંજની ટાઢીબોળ ઝાંયના
અજવાળામાં
ચંપાનાં પાંદડાંઓ વચ્ચેથી વિદાય લીધી.

૧૦-૧૨-૬૯
અને