મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૩)
Revision as of 09:16, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૩)|રમણ સોની}} <poem> કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર લોચન...")
પદ (૧૩)
રમણ સોની
કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર
લોચન ભીનાં ભાવ-શું, ઊભાં કુંજને દ્વાર.
બેમાં સુંદર કોને કહીએ: વનિતા કે વ્રજનાથ?
નિરખું, પરખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ.
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુ રોળ.