મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૨)

Revision as of 09:37, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૨)|રમણ સોની}} <poem> આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૨૨)

રમણ સોની

આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.
આજ રે૦
શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીંડું જોતી રે;
રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.
આજ રે૦
જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;
એક પલક આંખ મળી ત્યારે ‘હરિ હરિ’ કરીને ઊઠી રે.
આજ રે૦
ધમણ ધપાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;
આજ તો મારા હારને કાજે નારદને તેડાવું રે.
આજ રે૦
રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માયે રે;
આપો રે, હરિ! હાર અમારો, નહિતર જીવડો જાયે રે.
આજ રે૦
થાળ ભરી શગ માેતી મગાવ્યાં, અણવીંધ્યાં પરાેવ્યાં રે,
ભલે રે મળ્યાે નરસૈંયાનાે સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.
આજ રે૦