મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૨)

Revision as of 10:03, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૨)|રમણ સોની}} <poem> ‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૩૨)

રમણ સોની

‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી;
માહરે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે પેલી શોક્ય કોપી?
પલંગ-પાયે
તું વનમાલી, ને હું કુસુમવન વેલડી, નીર નવ સીંચે તો શીદ રોપી?
ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી.
પલંગ-પાયે
પ્રીત કરવી ઘટે પ્રેમના પાત્ર-શું, તન-મન-ધન જે રહે રે સોંપી;
ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી!
પલંગ-પાયે