મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૪)

Revision as of 05:51, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪)|રમણ સોની}} <poem> પ્રેમની પ્રેમની પ્રેમની રે પ્રેમની પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૪)

રમણ સોની

પ્રેમની પ્રેમની પ્રેમની રે
પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, હતી ગાગર માથે હેમની રે. મને
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે. મને
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે. મને