મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૪)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૪)

મીરાં

પ્રેમની પ્રેમની પ્રેમની રે
પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, હતી ગાગર માથે હેમની રે. મને
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે. મને
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે. મને