મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૭)

Revision as of 05:55, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૭)|રમણ સોની}} <poem> ચાકર રાખો જી ચાકર રાખોજી રે, અમને ચાકર રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૭)

રમણ સોની

ચાકર રાખો જી
ચાકર રાખોજી રે, અમને ચાકર રાખોજી,
શામળિયા ગિરધારી લાલ! ચાકર રાખોજી.
હજુરી ચાકર રહેશુંજી,
મોહન મોરલીવાળા કા’ન, ચાકર રહેશુંજી.
ચાકરીમાં સમરન માગું, દર્શન માગું ખરચી;
ભાવભક્તિ ઝાઝેરી માગું, ચારે વાતો સરખી.
જપ કરવાને બ્રાહ્મણ સરજ્યા, તપ કરવા સંન્યાસી;
ભજન કરવા સંત સરજ્યા, વૃંદાવનના વાસી.
ચાકર રહેશું ને બાગ બનાવશું ને નિત નિત સેવા કરશું;
બાઈ મીરાં કહે ગિરિધારીલાલ, રાધેગોવિંદ ગાશું.