મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૮
Revision as of 05:57, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩૮| રમણ સોની}} <poem> :::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગો...")
છપ્પા ૩૮
રમણ સોની
જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું?
કેહેનાં કહીએ માત-તાત જો ન મળે છોરું?
ત્યમ છતે અનછતી વાત, ધાત આવે તો આવે;
વાંઝ તણો સુત જેહ, તેહ જીતી રણ ફાવે.
અખા એ અકથ કથા, સમઝંતો નર સમઝશે;
એ મહાઅનુભવ આકશવત્, પણ ક્ષેત્ર સારું ઊગશે.