મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચંદ્રાહાસાખ્યાન કડવું ૧

Revision as of 11:52, 12 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> રાગ કેદારો પ્રથમ સમરું ગણપતિ, જેમ ટળે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧

રમણ સોની

રાગ કેદારો

પ્રથમ સમરું ગણપતિ, જેમ ટળે મારી દુર્મતિ;
જેહથી સરે મનોરથ મન તણો રે.          ૧

સાર કરો, માતા સરસ્વતી! હું બાળક કાંઈ લેહેતો નથી;
સતી શારદા! સેવક છઉં તમ તણો રે.          ૨
ઢાળ
સાર કરો, માતા સરસ્વતી! હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં ગ્રંથ ચાલતો થાય.          ૩

વૈશંપાયન એમ ઊચરે: સુણ, જનમેજ્ય રાજંન!
અશ્વમેઘની ઉત્તમ કથા છે, શ્રોત-વક્તા ધન્ય.          ૪