પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ)
સમય ઈ.સ. 1290ની આસપાસનો
યવનોના એક પછી એક થતા આક્રમણોથી ઉત્તર આર્યાવર્ત ઉજ્જડ થતો જાય છે. ઐશ્વર્ય અને શક્તિવન્તાં સામ્રાજ્યો, તથા દેદીપ્યમાન અને સમૃદ્ધ શહેરો ધીમેધીમે પડતાં જાય છે. અસ્ત થતી સંધ્યા ઘેરો વિષાદ આખા આર્યાવર્ત ઉપર છવાઈ ગયો છે. ભૂતકાલની જાજ્વલ્યમાન સંસ્કૃતિના અવશેષ સમાં જીર્ણ નગરો વચ્ચે, હિન્દુપદ-પાદશાહીના જર્જરિત ધ્વજને મહામહેનતે ટેકવી રાખી, અરાવલીની ટેકરીઓ વચ્ચે ચિતોડગઢ ઉન્નત મસ્તકે ઊભો છે. વેરાન પહાડીઓ વચ્ચે આવેલા એ અજિત દુર્ગમાં આજ પહેલાં થયેલા હુમલાઓના સ્મૃત્યાવશેષ સમાં ભંગાણ પડ્યાં છે. ચિતોડ ઉપર મહારાણા લક્ષ્મણસિંહની આણ વર્તે છે. મહારાણાની સગીરાવસ્થામાં ચિતોડને ટકાવી રાખનાર રાણા ભીમસિંહના હાથમાં હજી પણ અધિકારબળે રાજ્યની લગામ છે. દક્ષિણમાં જીત મેળવીને યવનસમ્રાટ અલાઉદ્દીન ખીલજી ગિરિકૂટ ઉપર છાવણી નાખી ચિતોડને ઘેરો ઘાલી પડ્યો છે. તેના પહેલા હુમલાના ઘા રૂઝાયા નહોતા એવી સ્થિતિમાં આ બીજો હલ્લો ખમવાની ચિતોડમાં તાકાત રહી નથી. છતાં રાજપૂતો જીવની અણી પર આવી લઢે છે અને સ્વાધીનતાની લીલાભૂમિનું સંરક્ષણ કરે છે. દિવસે-દિવસે અલાઉદ્દીનનો મૃત્યુપંજો સખત થતો જાય છે. અને ચિતોડમાં ભૂખમરો ફેલાય છે. ઘનઘોર આકાશમાં વીજળીનો ચમકારો થઈ ઠરી જાય છે અને અંધકાર વિશેષ ઘોર બને તેમ ઇતિહાસમાં પણ બને.
— અને આથમતી જતી આર્યવિભૂતિનો એવો એક ચમકારો એ નાટકનો વિષય છે.મુખ્ય પાત્રો ઈ. સ. 1290ના સમય વખતે ચિતોડના સિંહાસન ઉપર વિરાજમાન બાપ્પા રાવળના વંશજ મહારાણા લક્ષ્મણસિંહ મહારાણાના બાર પુત્રોમાં બીજા અને મહારાણાને અત્યંત પ્રિય કુમાર અજયસિંહજી મહારાણાના બાર પુત્રોમાંના એક કુમાર અચ્યુતસિંહ મેવાડના મંત્રીશ્વર કેદારનાથ મહારાણાના સગીરાવસ્થામાં ચિતોડને સાચવનાર, અને મહારાણાના રાજ્યારોહણ પછી પણ અધિકારબળે રાજ્યની ધુરા વહેનાર મહારાણાના કાકા ભીમસિંહ રૂપરાણી પદ્મિનીના વીર ભ્રાતા અને ચિતોડના દુર્ગપાળ બાદલ રૂપરાણી પદ્મિનીના કાકા અને ચિતોડના સેનાનાયક ગોરાદેવ ઈ. સ. 1290ના સમય વખતે દિલ્હીના સંહાિસનારૂઢ યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજી દિલ્હીશ્વરના સંધિવિગ્રહક અને કૂટનીતિને બળે શહેનશાહતમાં મોટો અધિકાર ધરાવનાર સરદાર કાજી ચારિત્ર્યમાં આર્યરમણીના આદર્શસમી અને રૂપમાં રતિ સમી રાણી ભીમસિંહની મહારાણી પદ્મિની.
અને બીજાં.