અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિરાટનો હિન્ડોળો

Revision as of 21:17, 20 August 2021 by Atulraval (talk | contribs)
વિરાટનો હિન્ડોળો

ન્હાનાલાલ દ. કવિ

વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
         વિરાટનો હિન્ડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
         ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
         ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
         વિરાટનો હિન્ડોળો.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)




ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ



ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: પં. અતુલ દેસાઇ