અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/શિખરિણી

Revision as of 19:49, 20 September 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શિખરિણી |મનોહર ત્રિવેદી}} <poem> ચરણ સરતા જાય મિતવા... ઉઘાડું આં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિખરિણી

મનોહર ત્રિવેદી

ચરણ સરતા જાય મિતવા...
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા...

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્‌તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા...
ચરણ સરતા જાય મિતવા...

વળાંકો છાયાઓ નભ પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા...
ચરણ સરતા જાય મિતવા...

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા...
ચરણ સરતા જાય મિતવા...